મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક બંધ પડી જતા ટ્રાફિકજામ

- text


વાહનોની મસમોટી લાઈનો લાગતા અનેક લોકો ટ્રાફિકજામમાં અટવાયા

મોરબી : મોરબી રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા ગામ પાસે રોડની વચ્ચોવચ ટ્રક અચાનક બંધ પડી જત ટ્રાફિકજામ થયો હતો. જેમાં રોડની બન્ને તરફ વાહનોની મસમોટી લાઈનો લાગતા અનેક લોકો ટ્રાફિકજામમાં અટવાયા હતા.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઇવે ઉપર શક્ત શનાળા ગામ પાસે શક્તિ માતાજીના મંદિરની એકદમ બાજુમાં અને કન્યા શાળાની સામેની બાજુએ રોડની વચ્ચે એક ટ્રક ઓચિંતા જ બંધ પડી ગયો છે. આથી ટ્રક ચાલક ત્યાંજ ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે. રોડની વચ્ચોવચ ટ્રક બંધ પડી જતા દરરોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને એક કિમિ સુધી વાહનોની મોટી કતારો લાગી છે. વહેલી સવારે કામધંધે નીકળેલા લોકો ટ્રાફિકજામ ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text