સરકારી જમીન ઉપર હોટલ ખડકી દેનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક બનેલી સંતકૃપા હોટલ તંત્રની નજરે ચડી

ટંકારા : મોટાભાગે હાઇવે ઉપર સરકારી જમીનો કબ્જે કરી હોટલના હાટડા શરૂ કરાઇ છે ત્યારે ટંકારા મામલતદારે રાજકોટ – મોરબી હાઇવે ઉપર છતર નજીક સંતકૃપા હોટલ સરકારી ખરાબાની જગ્યામાં ઉભી કરાઈ હોવાનું ધ્યાને આવતા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર છતર ગામ નજીક સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર નંબર-૧૬૭ વાળી જમીનમા છતર ગામે રહેતા મનોજભાઇ રમણીકભાઇ અગ્રાવત તથા વિપુલભાઇ રમણીકભાઇ અગ્રાવતે સંતકૃપા હોટલ બનાવી આશરે ૨૬૦૦ ચો.મી. જમીનમા પાંચેક વર્ષથી દબાણ કરી ગેરકાયદેસર કબ્જો કરી આજદીન સુધી કબ્જો ચાલુ રાખ્યો હોવાનું મામલતદારના ધ્યાને આવ્યું હતું.

- text

જેને પગલે ટંકારા મામલતદાર નરેન્દ્ર પુંજાભાઇ શુકલ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) વિધેયક ૨૦૨૦ ની કલમ ૩, ૪(૩), ૫(ગ) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text