વાંકાનેરની એલ. કે. સંઘવી શાળામાં વિદ્યાર્થીનીઓને ગમ્મત સાથે પર્યાવરણનું જ્ઞાન પીરસાયું

- text


વાંકાનેર : વાંકાનેરમાં નવરંગ નેચર ક્લબ દ્વારા શ્રીમતી એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની બાળાઓને વિવિધ રમતો રમાડી પર્યાવરણને બચાવવા અંગે બાળાઓને જવાબદારી સમજાવવામા આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીનીઓએ પૂરો સહકાર આપ્યો હતો.

શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની 207 જેટલી બાળાઓને નવરંગ નેચર ક્લબના વી.ડી. બાલા, ઉમેશભાઈ રાવ, ચેતનભાઇ સવાણી દ્વારા વિદ્યાર્થીનીઓને દેશી રમતો જેવી કે લંગડી, રસ્સાખેચ, દડાની રમતો રમાડી હતી. અંતમાં દિવાળી જેવા ઉત્સવ સર્જે તેવી બલુન બ્લાસ્ટની રમત કે જેના દ્વારા ફેફસાનો વિકાસ થાય તેવી રમતો પણ રમાડવામાં આવી હતી. બહેનોએ આ રમત ઉત્સાહભેર રમી હતી.

આજના ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થી જ્યારે રમતથી વંચિત થઈ ગયો છે ત્યારે વી.ડી.બાલા અને તેમની ટીમ દ્વારા આ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. આ માટે શાળાના આચાર્ય દર્શનાબેન જાનીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વી.ડી.બાલા દ્વારા વિદ્યાર્થીનીઓને પ્રકૃતિ અને પાણી બચાવવા માટેની તેમની જવાબદારી પણ સમજાવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો તેમજ રમત-ગમત સમિતિ બહેનોએ સાથ-સહકાર આપ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text