બે મહિના પહેલા એસિડ પી લેનાર વાંકાનેરની મહિલાનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા મહિલાએ બે માસ પૂર્વે એસિડ પી જતા અમદાવાદ સારવારમાંથી પરત આવતી વેળાએ મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા અને બે મહિના પહેલા એસિડ પી જનાર પ્રભાબેન વિજયભાઇ લક્ષ્મણભાઇ પરમાર ઉ.વ-૨૯ નામના મહિલાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી જેમાં ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ પરત આવતી વખતે તેમની તબિયત લથડતા વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા જ્યાં મૃત જાહેર કરાયા હતા. આ ઘટના અંગે પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક પ્રભાબેનના એક વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text