મોરબીમાં બે દિવસમાં 46 કોરોના મૃત્યુ સહાય મંજુર

- text


મોરબીમાં કોરોના મહામારીમાં સત્તાવાર રીતે કુલ 87 લોકોના મૃત્યુ : પ્રથમ તબબકે રાજ્ય સરકારમાંથી 75 નામોની યાદી આવી

મોરબી : મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને રૂા. 50-50 હજારની સહાય ચૂકવવાની કામગીરી ઝડપભેર કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે 30 અને આજે 16 મળી કુલ 46 અરજીઓ મંજુર કરી દિવંગતોના સ્વજનોના બેન્ક એકાઉન્ટમાં સહાય ટ્રાન્સફર કરવામાં આવી છે.

મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને આ સહાય ઝડપભેર મળે તે માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યું છે. મોરબી જિલ્લામાં કોરોના મહામારી દરમિયાન કુલ 6506 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયેલા છે અને તે પૈકી 87 દર્દીઓના કોરોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. જો કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબબકે કુલ 70 મૃતકોની યાદી મોકલવામાં આવી છે.

- text

દરમિયાન મોરબી જિલ્લા કલેકટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ હાલમાં સહાય ચુકવવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે જે અન્વયે શુક્રવારના રોજ 30 અને આજે શનિવારે વધુ 16 અરજીઓમાં સહાય મંજુર કરી કુલ 46 પરિવારોને રૂપિયા 50-50 હજારની સહાય મંજુર કરી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાંની કાર્યવાહી કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text