આમા એસટી ખોટ જ કરે ને ! અમદાવાદ – કચ્છ જતી બસ હળવદ ડેપોમાં આવતી જ નથી

- text


હળવદના પ્રદેશ યુવા ભાજપ અગ્રણી દ્વારા ઊચ્ચકક્ષાએ રજુઆત

મોરબી : એક તરફ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી ખોટના ખાડામાં ગરક બની છે તેમ છતાં ડેપો મેનેજરથી ડ્રાઇવર – કન્ડક્ટર અને અન્ય અધિકારીઓ એસટીની આવક વધે તેવા પ્રયાસ કરવાને બદલે નિયત બસ સ્ટોપ ઉપર બસ લઈ જવાને બદલે બાયપાસ હંકારી રહ્યા છે. આવા ક કિસ્સામાં હળવદ ડેપોમાં કચ્છ – અમદાવાદની બસ આવતી ન હોય હળવદના પ્રદેશ ભાજપ યુવા અગ્રણીએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.

હળવદના પ્રદેશ યુવા ભાજપના વિશેષ આમંત્રિત સભ્ય નયનભાઈ દેત્રોજાએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની અમદાવાદથી કચ્છ રાજકોટ જતી ગુજરાત એસટી બસો હળવદ બસ સ્ટેશનમાં પ્રવેશતી ન હોવા અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે. તેમજ રાજકોટ કચ્છ થી અમદાવાદ તરફ જતી બસો હળવદ બસ સ્ટેશનની અંદર પ્રવેશતી નથી. જેથી હળવદ શહેરને રાજ્ય સરકારની સેવાનો લાભ મળતો નથી.સાથોસાથ રાજ્ય સરકારની આવક પણ ઓછી થતી હોવાનું જણાવ્યું છે.

- text

વધુમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોનો હળવદ બસ સ્ટેશનમાં પ્રવેશ માટે પરિપત્ર તેમજ સ્ટોપ આપવા વિનંતી કરી કેટલીક બસોને સ્ટોપપેજ હોવા છતાં પણ હળવદ શહેરમાં આવતી ન હોવાનું તેમજ કંડકટરના ટિકિટ મશીનમાં હળવદ શહેર નાખેલ જ ન હોવાનું પણ રજુઆતમાં જણાવ્યું છે.

આ મામલે તાત્કાલિક પ્રજાના હિતમાં નિર્ણય લેવા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશના વિશેષ આમંત્રિત સભ્ય નયનભાઈ દેત્રોજાએ વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીને પત્ર લખી ઘટતું કરવા રજૂઆત કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text