હાશ ! રેલવે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં ઘટાડો : હવે 30 રૂપિયાને બદલે 10 રૂપિયા

- text


મોરબી : રાજકોટ ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દરમાં ઘટાડો કરીને રેલવે મુસાફરોને મોટી રાહત આપી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝનના દ્વારકા, જામનગર, રાજકોટ, ભક્તિનગર અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટના દર આજથી 30 રૂપિયાથી ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવ્યા છે. આ રીતે હવે રાજકોટ ડિવિઝનના નાના-મોટા તમામ 51 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ બનાવવામાં આવી છે.

રેલ્વે મુસાફરોને રાહત આપતો આ નિર્ણય આજથી લાગુ થઈ ગયો છે. આ કપાત રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલ કુમાર જૈનના નિર્દેશન હેઠળ કરવામાં આવી છે. નોંધનીય છે કે કોરોનાના સમયગાળા દરમિયાન રેલવે સ્ટેશનો પર મુસાફરોના બિનજરૂરી ધસારાને નિયંત્રિત કરવાને કારણે ટિકિટ મોંઘી કરવામાં આવી હતી. હાલમાં કોરોનાના કેસમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝન દ્વારા ફરીથી સસ્તા દરે પ્લેટફોર્મ ટિકિટ આપવાનો નિર્ણય લેવાયો છે.

- text

રેલવે પ્રશાસન મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text