મોરબી જિલ્લા હોમગાર્ડઝમાં ભરતી પ્રક્રિયા શરૂ 

- text


શારીરીક કસોટી તથા અસલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ઉમેદવારોને અમરસિંહજી હાઈસ્કુલ નેશનલ હાઈવે વાંકાનેર ખાતે હાજર રહેવાની અપીલ 
મોરબી : મોરબી જીલ્લા ખાતે ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ) દળમાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી પ્રક્રીયા સારૂ શારીરીક કસોટી તથા અસલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું આયોજન અમરસિંહજી હાઈસ્કુલ નેશનલ હાઈવે વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.તેથી શારીરીક કસોટી તથા અસલ ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે ઉમેદવારોને અમરસિંહજી હાઈસ્કુલ નેશનલ હાઈવે વાંકાનેર ખાતે હાજર રહેવાની અપીલ કરાઈ છે.
ભરતીમાં આવનાર ઉમેદવારોએ સવારે ૬-૩૦ કલાકે અસલ ડોક્યુમેન્ટ તથા તેની એક નકલ તેમજ અરજી ફોર્મ ભર્યોની પંહોચ સાથે અમરસિંહજી હાઈસ્કુલ નેશનલ હાઈવે વાંકાનેર ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો છે. વધુમા સરકારની વખતોવખતની કોવિડ-19 ગાઇડ લાઇનને અનુસરવાની રહેશે. મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદના પુરૂષ ઉમેદવારોએ તા.૨૫/૧૧/૨૦૨૧ ના રોજ હાજર રહેવુ તથા મહીલા ઉમેદવારોએ તા. ૨૬/૧૧/૨૦૨૧ ના રોજ સવારે ૭:૦૦ કલાકે હાજર રહેવુ તેમ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબીની અખબાર યાદીમાં જણાવાયુ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text