લાલપર પાવરહાઉસ પાસે અકસ્માતમાં બીજા યુવાનનું પણ સારવાર દરમિયાન મોત

- text


ડબલસવાર બાઈકને હડફેટે લઈને બે યુવાનોનો ભોગ લેનાર આઇસર ચાલક સામે નોંધાઈ ફરિયાદ

મોરબી : મોરબીના લાલપર પાવરહાઉસ પાસે આઇસર ચાલકે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા અગાઉ એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે આ અકસ્માતમાં ધવાયેલા બીજા યુવાનનું પણ રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીમાં કામ ધંધાર્થે સ્થાયી થયેલા રામસિંગ બાલારામ ભીલ અને વિજય રામચંદ્ર ગુપ્તા નામના બન્ને યુવાનો બે દિવસ પહેલા ડબલસવાર બાઈક ઉપર મોરબી વાંકાનેર હાઇવે પર લાલપર પાવરહાઉસ નજીક સર્વિસ રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે જી.જે.36 ટી 9596 નંબરના આઇસર ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માત ગંભીર ઇજા પામેલા વિજય રામચંદ્ર ગુપ્તાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ રામસિંગ બાલારામ ભીલનું પણ રાજકોટમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના રામસિંગ બાલારામ ભીલના સબધી રાકેશ બદ્રીલાલ ચૌહાણે આઇસર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text