મોરબીમાં ત્રણ કલાકમાં 6 મીમી કમોસમી વરસાદ : મામૂલી વરસાદમાં પણ પાણી ભરાયા

- text


સ્વેટર પહેરવું કે રેનકોટ ? મોરબીના લોકો મૂંઝવણમાં : હળવદ, ટંકારા અને માળિયામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો

મોરબી : મોરબીમાં આજે સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે સવારે સાતથી દસ વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી શહેર સહીત હળવદ, ટંકારા અને માળીયા તાલુકામાં પણ નોંધપાત્ર કમોસમી વરસાદ નોંધાયો છે.જો કે ચોમાસા દરમિયાન જોવા મળતી પાણી ભરાવાના સમસ્યા આજે પણ જોવા મળતી હતી અને મામૂલી કમોસમી વરસાદમાં પણ રવાપર રોડ, શનાળા રોડ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

મોરબીમાં આજે સતત બીજા દિવસે ઠંડીના માહોલ વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકોના રૂટિન શેડ્યુલ ખોરવાઈ ગયા હતા. એક તરફ ઠંડી અને બીજી તરફ વરસાદ હોય લોકોને સ્વેટર પહેરવું કે રેઇનકોટ પહેરવો તે અસમંજસ વચ્ચે આજે સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસવાનું શરૂ થતા રવાપર રોડ અને શનાળા રોડ ઉપર અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

- text

દરમિયાન મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સતાવાર આંકડા મુજબ આજે સવારે સાત થી દસ વાગ્યના સમયગાળા દરમિયાન મોરબીમાં 6 મીમી, માળિયામાં 2મીમી,અને હળવદમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. જો કે આજે વાંકાનેરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે.

- text