મોરબીની સીરામીક ફેકટરીમાં CGSTના દરોડામાં 25 લાખથી વધુની રિકવરી

- text


CGSTના દરોડા દરમિયાન ઇ-વે બિલ જનરેટ કર્યા વગર જ સીરામીક પ્રોડક્ટનું વેચાણ થતું હોવાનું ખુલ્યું

મોરબી : CGST વિભાગ દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ મોરબીના વોલ ટાઇલ્સ સીરામીક યુનિટ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ CGSTના દરોડા દરમિયાન ઇ-વે બિલ જનરેટ કર્યા વગર જ સીરામીક પ્રોડક્ટનું વેચાણ થતું હોવાનું ખુલ્યું હતું.આથી સીરામીક ફેકટરીમાં CGSTના દરોડા દરમિયાન 25 લાખથી વધુની રિકવરી કરવામાં આવી હતી.

- text

રાજકોટ હેડક્વાર્ટર પ્રિવેન્ટીવના સુપ્રી.જી કે, ઝાલા, કે.કે.શેઠ, નિશિત બુદ્ધદેવની CGST ટીમ દ્વારા મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વોલ ટાઇલ્સનું ઉત્પાદન કરતી સિરિયમ સીરામીક કંપની ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં ડોક્યુમેન્ટની સઘન ચકાસણી કરતા રૂ.25 લાખની જીએસટી ચોરી બહાર આવી હતી. આ યુનિટના સંચાલકો ઇ-વે બિલ જનરેટ કર્યા વગર જ ઉત્પાદિત ટાઇલ્સનું બારોબાર વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું.આથી આ જીએસટી ચોરી પકડી લેવામાં આવી હતી.જ્યારે હજુ પણ મોરબીમાં કેટલાક સીરામીક યુનિટો ઇ-વે બિલ જનરેટ કર્યા વગર માલનું બરોબર વેચાણ કરતા હોવાની આ જીએસટી ટીમને માહિતી મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.તેથી નવા વર્ષમાં હજુ પણ વધુ કેટલાક સીરામીક યુનિટો આ જીએસટી ટીમના સંકજામાં આવી શકે તેવી શકયતા છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text