મોરબી જિલ્લાની 319 સહીત 11 હજાર ગ્રામ પંચાયતોની ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી

- text


નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં જાહેરનામું : બેલેટ પેપરથી યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી

મોરબી : મોરબી જિલ્લાની કુલ 352 પૈકી 319 ગ્રામ પંચાયત સહિત રાજ્યની 11 હજાર ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટાચૂંટણી આગામી ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં યોજાશે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવાની સાથે આચાર સંહિતા અમલી બનશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ પેટાચૂંટણી અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી આગામી ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં ચૂંટણી યોજવા જાહેર કર્યું છે. મોરબી જિલ્લામાં હાલમાં 352 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે જે પૈકી 319 પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી હોય સામાન્ય ચૂંટણી યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સ્થાનિક ગ્રામ્ય રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને સરપંચ, સભ્ય બનવા થનગનતા રાજકારણીઓ અત્યારથી જ જનસેવામાં વળગ્યા છે.

- text

ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતા આચાર સંહિતા અમલી બનશે. હાલ રાજ્યમાં 18,225 ગામોમાં 14,929 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. જેમાં નવી 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતા હવે રાજ્યમાં 15,120 ગ્રામ પચાયતો અસ્તિત્વમાં આવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text