માળિયા(મીં) તાલુકા ભાજપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

- text


રાજ્યમંત્રી મેરજાએ તમામ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

મોરબી : માળિયા(મી) તાલુકા ભાજપ પરિવાર દ્વારા મહેન્દ્રગઢ (ફગસિયા) બોળા હનુમાન મંદિર ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી આગામી સમયમાં સક્રિય બની પ્રજાલક્ષી કર્યો કરવા સંગઠનને મજુબત બનાવવા પર ભાર મુક્યો હતો.

સ્નેહમિલનના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ગુજરાત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા,જિલ્લા ભાજપ મહામંત્રી ગુભાભાઈ જાડેજા, જેસંગભાઈ હુંબલ, રણછોડભાઈ દલવાડી, કૃભકોના ડાયરેક્ટર મગનભાઈ વડાવીય, માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઈ પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ રાઠોડ ઉપપ્રમુખ સવજીભાઈ કારોલિયા, કારોબારી અધ્યક્ષ નિર્મળશિંહ જાડેજા, માળિયા તાલુકા ભાજપના મહામંત્રી અરજણભાઈ હુંબલ, મનીષભાઈ કાંજીયા, મનહરભાઈ બાવરવા ડિરેક્ટર મોર્કેટિંગ યાર્ડ, માળિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નારણભાદ સોઢિયા, મોરબી જિલ્લા પંચાયતના ક્રોપ સભ્ય કેતનભાઈ વિડજા, અમૃતલાલ વિડજા મોરબી જીલ્લા સંયોજક, માળિયા તાલુકાના લક્ષ્મીવાસ ગામના યુવા સરપંચ જયદીપભાઈ સંઘાણી, માળિયા તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા, આઈ ટી સેલ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા તથા તાલુકાના ચૂંટાયેલા તેમજ પક્ષના તમામ હોદ્દેદારો અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માનનીય અતિથિ દ્વારા સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.તથા ભાજપ સંગઠનને કઈ રીતે વધુ મજબૂત કરી શકાય એ દિશામાં તથા પેઈજ પ્રમુખની સમિતિ રચવાની સલાહ અપાઈ હતી. સૌ કાર્યકર્તા સાથે મળીને માળિયા તાલુકા સાંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવે એવી શુભેચ્છા પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text