જુના ઝઘડાનો ખાર રાખી પાઇપ-છરીથી હુમલો : ચાર ઘાયલ

- text


વાંકાનેરના હસનપર ગામેં મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના હસનપર ગામેં અગાઉ છોકરાઓ વચ્ચેની તકરારમાં થયેલા ઝઘડાનું સમાધાન થઈ ગયું હોવા છતાં આ બાબતનો ખાર રાખીને ચાર શખ્સોએ એક પરિવાર ઉપર તૂટી પડ્યા હતા અને જુના ઝઘડાનો ખાર રાખી પાઇપ-છરીથી હુમલો કરતા ચાર લોકો ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નિલેશભાઇ રમેશભાઇ મકવાણા (ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.હસનપર ગામ વાંકાનેર) એ આરોપીઓ અશોકભાઇ સારલા ((રહે.મકનસર તા.મોરબી), વિશાલભાઇ રમેશભાઇ, મેરૂ નરશીભાઇ, સંજયભાઇ પ્રવિણભાઇ (રહે હસનપર ગામ તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૭ ના રોજ આરોપીઓના છોકરાઓને ફરીયાદીના ભાઇ કરણ સાથે બોલાચાલી થયેલ અને સમાધાન થઇ ગયું હતું.

- text

તેમ છતા આરોપીઓ મનદુખ રાખી ફરીના ઘર પાસેઆવી ગાળો બોલતા હોય જેથી ફરીના મમ્મીએ ગાળો બોલવાની ના પાડતા આ આરોપીઓ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપ વતી સાહેદ મુકેશભાઇને માથાના ભાગે ઇજા પહોચાડી તથા ફરીયાદીના ભાઇને કરણને માથાના ભાગે ઇજા પહોચાડી તેમજ ફરીયાદીને ઇંટનો ટુકડો હાથમાં લઇ ફરીને ડાબા ખંભે મારી મુંઢ ઇજા પહોચાડી અને છરી વતી ફરીયાદીની માતા ગૌરીબેનને પાછળના ભાગે સામાન્ય ઇજા પહોચાડી તથા લાકડી વતી ફરીયાદીના મમ્મીને ડાબા પગે ઘુંટણના નીચેના ભાગે મુઢ ઇજા કરી તથા સાહેદ મુકેશભાઇને માથાના ભાગે ઇજા પહોચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text