અમારા વિરુદ્ધ પોલીસમાં અરજી કેમ કરશે કહી ચાર શખ્સોએ યુવનનો ટાંટિયો ભાંગી નાખ્યો

- text


વાંકાનેર નગર પાલિકા પાછળ બનેલી ઘટનામાં બે ઝડપાયા

વાંકાનેર : તું અમારા વિરુદ્ધ પોલીસમાં કેમ અરજી કરે છે તેવું કહી વાંકાનેરમાં ચાર શખ્સોએ એક યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી પગ ભાંગી નાખતા પોલીસે યુવાનની ફરિયાદના આધારે ચાર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ને હુમલાખોરોને ઝડપી લીધા છે.

- text

બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર ગાયત્રી મંદિર પાસે રહેતા સાગરભાઈ લલીતભાઈ સારેસાને નગરપાલિકા પાછળ રમેશ હીરાભાઇ, સચીન બાબુભાઇ, બાબુ હીરાભાઇ અને અશોક હીરાભાઇ નામના શખ્સોએ તું અમારી વિરુદ્ધ પોલીસમાં કેમ અરજી કરે છે તેવું કહી ગાળો ભાંડી હતી અને ગાળો આપવાની ના પાડતા ચારેય ઈસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી પગમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું.

બનાવ અંગે ભોગ બનનાર સાગરભાઈએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી કલમ – ૩૨૫,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી હુમલો કરનાર રમેશ અને અશોકને ઝડપી લઇ અન્ય બે શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text