“જાગને જાદવા” મોરબીના શાનાળામાં 100 વર્ષથી પ્રભાતિયાની પરંપરા જીવંત

- text


દિવાળી નિમિતે દર વર્ષે ગ્રામજનો મંદિરમાં પ્રભાતિયાં ગાઈ પ્રભુની ભક્તિ કરે છે

મોરબી : “જાગને જાદવા..કૃષ્ણ તણા ગોવાળિયા..” જેવા પ્રભાતિયાં ગાવાની પરંપરા હવે ઘણા ગામડાઓમાં પણ લુપ્ત થતી હોય આવનારી પેઢીને કદાચ પ્રભાતિયાં વિશે કઈ ગતામગ પણ નહીં પડે તેવી નોબત આવી છે. ત્યારે મોરબીની અડીને આવેલા શક્ત શનાળા ગામે પ્રભાતિયાં ગાવાની પરંપરા 100 વર્ષથી અંખડ રહી છે. ગ્રામજનો દિવાળી શરૂ થાય તે પહેલાં જ મંદિરમાં પ્રાચીન ઢબથી પ્રભાતિયાં ગાઈને પ્રભુના ગુણગાન કરે છે.

મોરબી નજીક આવેલા શક્ત શનાળા ગામને આધુનિકતા તો સ્પર્શી ગઈ છે. પણ ગ્રામીણ સંસ્કૃતિ હજુ સુધી વિસરાઈ નથી. ખાસ કરીને વહેલી પરોઢે પ્રભુભક્તિના ગુણગાન ગાતા પ્રભાતિયાં એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. શનાળા ગામમાં 100 વર્ષ કરતા પણ વધુ સમસથી પ્રભાતિયાં ગાવાની પરંપરા અકબંધ રહી છે. જેમાં દરેક વર્ષે દિવાળી નજીક આવે એના દસ દિવસ પહેલા જ ગામના મંદિરમાં ગ્રામજનો પ્રભાતિયાં ગાયને પ્રભુનું ભજન કરે છે.

- text

આ વખતે પણ દિવાળી નજીક આવતા એક અઠવાડિયાથી શનાળા ગામના નકલંક મંદિરમાં ગ્રામજનો વહેલી સવારના 4 વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી પ્રભાતિયાં ગાય છે. ગ્રામજનો આ અંગે કહે છે કે પ્રભાતિયાંનો હેતુ ઈશ્વરની આરાધના કરવાનો હોય છે. આ પ્રભાતિયાં ભજન જેવા જ હોય છે. પણ વર્ષોની આપણી સંસ્કૃતિ મુજબ વહેલી સવારે ગવાતા હોવાથી પ્રભાતિયાં તરીકે વર્ષોથી પ્રચલિત છે. પ્રભાતિયાં ગાવાથી આખો દિવસ મન એકદમ શાંત અને પવિત્ર તેમજ સ્વસ્થ રહે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text