મોરબીના લાલપર પીએચસીમાં તસ્કરોને ફોગટફેરો

- text


મોરબી : મોરબી નજીક આવેલા લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચોરીનો પ્રયાસ થયાનું સામે આવ્યું છે. જેમાં તસ્કરો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ત્રાટકયા હતા અને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેબલના ખાના તેમજ કબાટ ખોલીને ખાખાખોળા કર્યા હતા. પરંતુ તેમાંથી કોઈ કિંમતી મુદામાલ હાથ ન લાગતા તસ્કરોને ફોગટફેરો થયો હતો. આજે સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ટેબલ તથા કબાટ ખુલ્લા જોવા મળતા કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. જો કે આ હાલ ઘટનામાં તસ્કરોને કઈ માલમતા હાથ ન લાગી હોવાનું જાણવા મળ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text