માળીયાના વેણાસર ગામના હત્યા કેસના આરોપીએ હાથ ભાંગી નાખ્યાની ફરિયાદ નોંધાવી

- text


નદીએ મચ્છી ખાવાના પ્રોગ્રામમાં ડખ્ખો થતા બે ભાઈઓએ મળી યુવાનને કાર નીચે કચડી નાખ્યો હતો

માળીયા : માળીયા તાલુકાના વેણાસર ગામે નદીએ મચ્છી ખાવાના પ્રોગ્રામમાં થયેલી માથાકૂટમાં બે ભાઈએ એક યુવાનને કાર નીચે કચડી નાખતા આ બનવાની જાણ થતાં મૃતકના સગાઓ દ્વારા આરોપીનો હાથ ભાંગી નાખી બેફામ માર માર્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.28ના રોજ વેણાસર ગામની નદીના કાંઠે મચ્છી ભાતનો પ્રોગ્રામ હોય વધુ ભાત માંગતા ફરિયાદ સંદીપ લાભુભાઈ કોરડીયા અને તેના ભાઈને માથાકૂટ થતા રણજિત નામના યુવાનને કારની ટક્કર મારતા રણજીતનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી.

આ બનાવની જાણ મૃતકના સગા સ્નેહીઓને થતા વેણાસર ગામની સીમમાં ભાવજીપીરની દરગાહ પાસે હત્યા કેસના આરોપી સંદિપભાઇ લાભુભાઇ કોરડીયાને આંતરી આરોપી ભારમલભાઇ ચોટાભાઇ કુંવરીયા, વિપુલભાઇ દામાભાઇ કુંવરીયા અને સાગરભાઇ વિનોદભાઇ કુંવરીયાએ માર મારી હાથ ભાંગી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

- text

વધુમાં હત્યા કેસના આરોપી અને ફરિયાદી સંદીપ કોરડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે કારથી ટક્કર મારતા રણજીતભાઈનું મોત નિપજયાની જાણ થતાં ત્રણેય આરોપીઓ ધોકા પાઇપ લઈને તુટી પડતા ગંભીર ઇજાઓ પહોંચતા પોતે રાજકોટ સારવારમાં હતો. આ બનાવ અંગે માળીયા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ-૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. સાથો સાથ હત્યાના બનવા અંગે ફરિયાદી સંદીપ પણ હાલ પોલીસના કબ્જામાં છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text