મોરબીનો કેસરબાગ ખંઢેરમાં ફેરવાયો

- text


થોડા વર્ષો અગાઉ રીનોવેશન થયેલા બાગની ફરી જેસે થે જેવી હાલત, રમતગમતના સાધનોના ભુક્કા

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ રાજાશાહી વખતના ભવ્ય ભૂતકાળ ધરાવતા કેસરબાગની હાલત ફરી જેસે થે જેવી થઈ ગઈ છે. “બીના માલી કે ઉજળા ચમન” ની જેમ થોડા વર્ષો અગાઉ રીનોવેશન થયેલા કેસરબાગ ટૂંકાગાળામાં ખંઢેરમાં ફેરવાયો છે અને આ બાગમાં રમતગમતના સાધનોના ભુક્કા થઈ ગયા હોય એવી કપરી હાલત છે.

મોરબીમાં રાજાશાહી વખતના અને એક સમયે રમણીય તેમજ નયનરમ્ય ગણાતા કેસરબાગની લાંબા અરસાથી ખંઢેર જેવી હાલત હતી. પરંતુ તંત્રએ થોડા વર્ષો પહેલા આ બાગનું રીનોવેશન કરીને ફરી એક સારા બાગ તરીકે મહેકાવ્યો હતો.જેમાં રમત ગમતના સાધનો પણ નાખ્યા હતા. આથી લોકોને આ એક સારા બાગની સુવિધા મળતા મોટી રાહત થઈ હતી. પરંતુ કમનસીબે આ રાહત ક્ષણભંગુર બની રહી હતી.

યોગ્ય માવજતના અભાવે આ બાગની અગાઉ જેવી જ હાલત થઈ ગઈ છે. એકથી દોઢ વર્ષના ટૂંકાગાળામાં કેસરબાગ ફરી ખંડેર બની જાય તેવી દહેશત છે. ખાસ કરીને રમત ગમતના સાધનોની હાલત જોખમી છે. બાળકો એકપણ લપસીયા, હીંચકા અને અન્ય સાધનોનો ઉપયોગ ન કરી શકે તેવી કપરી સ્થિતિ થઈ ગઈ છે. મોટાભાગના રમત ગમતના સાધનો તૂટી ગયા હોવાથી બાળકો ઉપયોગ કરે તો પડવા આખડવાની ભીતિ રહે છે. તેથી આ બાગની ફરી રીનોવેશન કરી સમયાંતરે માવજત થાય તેવી લોકોએ માંગ ઉઠાવી છે.

- text

- text