મોરબીમાં કપડા-જવેલરી માર્કેટમાં દિવાળીની રોનક, ફટાકડામાં હજુ ટાઢોડું

- text


ગયા વર્ષ કરતા બજારોમાં ખરીદીની સ્થિતિ બહેતર, ધનતેરસથી સારી ઘરાકીની આશા

મોરબી : મોરબીમાં દિવાળી નિમિત્તે આ વખતે લોકોમાં અનેરો ઉમગ ઉલ્લાસ હોવાથી વેપારીઓના ચહેરા પર પણ ખુશીની રોનક છવાઈ ગઈ છે. લોકોનો દિવાળી ઉજવવાનો ઉલ્લાસ એકંદરે બજારમાં ખરીદી પર પડવાનો હોય વેપારીઓ આ વખતે ચિતારહિત છે. આમ પણ ગયા વર્ષ કરતા આ વખતે દિવાળીની બજારોમાં ખરીદીની સ્થિતિ બહેતર છે. હાલમાં બજારોમાં ધીરે ધીરે ખરીદી જામી રહી છે. જો કે કપડાં, જવેલરી સહિતના મકેટમાં દિવાળીની રોનક છે.પણ ફટાકડામાં હજુ ટાઢોડું જોવા મળી રહ્યું છે.

મોરબીમાં અત્યાર સુધી સુમસામ ભાસતી બજારોમાં હવે દિવાળીની રોનક જોવા મળી રહી છે. બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે. છેલ્લા ત્રણેક દિવસથી બજારોમાં સારી એવી ખરીદી થઈ રહી છે. રેડીમેડ ગારમેન્ટ, બુટ ચંપ્પલ,જવેલરીમાં સારી એવી ઘરાકી જોવા મળી છે. મોરબી અને આસપાસમાં રેડીમેન્ટ કપડાની 1 હજાર જેટલી દુકાનો છે. આ કપડાંના વેપારી મહેશભાઈના જણાવ્યા મુજબ ગયા વર્ષ કરતા આ વખતે ખરીદી વધુ છે. આથી વેપારીઓ હરખાઈ ઉઠ્યા છે.જ્યારે જવેલર્સના વેપારી નિલેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વખતે જવેલરીનું માર્કેટ ખૂબ સારું છે. તેમાંય સોનાનો ભાવ ડાઉન હોવાના કારણે લોકો સોના ચાંદીના ઘરેણાની સારી એવી ખરીદી કરી રહ્યા છે. ધનતેરસની અત્યારથી સોનામાં ખરીદી થઈ રહી છે.

જ્યારે ફટાકડાના વેપારી વિપુલભાઈ ટોલીયાએ જણાવ્યું હતું કે, ફટાકડામાં હજુ સુધી જોઈએ તેવી ઘરાકી જામી નથી. ફટાકડા ઉપરાંત કલરમાં મંદી જેવું છે. ફટાકડાના ભાવમાં આ વખતે 25 થી 30 ટકાનો ભાવવધારો પણ થયો છે.આ ઉપરાંત માલની પણ શોટેજ છે. પહેલા ફટાકડા ઉપર પ્રતિબંધ હતો. પણ હવે અમુક રાજ્યોમાં પ્રતિબંધ હટી જતા માંગ ત્યાં વધતા માલની અછત ઉભી થઇ છે. જો કે દિવાળી અગાઉ એટલે ધનતેરસથી ફટાકડાની ખરીદી વધે તેવી વેપારીઓને આશા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text