ભાયુ ભાગની જમીન પ્રશ્ને ભાઈએ ભાઈને છરીના ઘા ઝીકયા

- text


વાંકાનેર તાલુકાના જામસર ગામની ઘટનામાં ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર ગામે ભાયુ ભાગની જમીનની વહેંચણી પ્રશ્ને વાડીએ સુતેલા સગાભાઈને ભાઈએ છરીના ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતીવાડી કરતા લાલજીભાઇ જીવાભાઇ ઇંદરીયા, ઉવ.૩૫ ગત તા.24ના રોજ પોતાની વાડીએ સુતા હતા ત્યારે આચનક જ આવી ચડેલા તેમના ભાઈ વાઘજીભાઇ જીવાભાઇ ઇંદરીયાએ જમીન વહેંચણીનું મનદુઃખ રાખી છરી જેવા તીક્ષ્ણ હાથિયાર વડે માથામાં પાછળના ભાગે, જમણી સાઇડ ગળાના ભાગે તેમજ ડાબી સાઇડ પાંસડીના ભાગ ઉપરાંત જમણા હાથની ત્રણ આંગળીમાં ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવ અંગે હુમલાનો ભોગ બનેલા લાલજીભાઈએ તેમના ભાઈ વાઘજી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૨૪,૫૦૬(૨) જીપીએકટ ૧૩૫ મુજબ આરોપી વાઘજી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text