ખેતીની સાથે દેશી દારૂ બનાવવામાં હાથ અજમાવવા જતા એક ઝડપાયો

- text


જીવાપર ચકમપર ગામે તાલુકા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી, આથો સહિતના સાધનો કબ્જે લીધા

મોરબી : મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે ખેતીકામ કરતા યુવાને દેશી દારૂ બનાવવા કસબ અજમાવવા જતા પોલીસની ઝપટે ચડી ગયો છે.પોલીસે આ યુવનનાં કબ્જામાંથી દેશી દારૂનો આથો અને ભઠ્ઠીના સાધનો કબ્જે લીધા છે.

- text

મોરબી તાલુકા પોલીસે જીવાપર (ચકમપર) ગામે ગોઢ સીમમાં વાડી ધરાવતા અને ગામના ઝાંપા પાસે જ રહેતા ગૌરાંગભાઇ ઉર્ફે લાલો કાંતીભાઇ કાલરીયા ઉ.વ-૨૫ની વાડી નજીક દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપીના કબ્જામાંથી દેશીદારૂ બનાવવાનો આથો લીટર આશરે ૬૦, ઇન્ડીયન ગેસનો બાટલો, ચુલો, એલ્યુમીનીયમનું તગારૂ તથા દારૂ ગાળવાની પ્લાની નળી ફીટ કરેલ પાટલી સહિત કુલ કિ.રૂ.૧૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ-૬૫(બી),(સી),(ડી),(એફ) મુજબ ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text