મોરબી આઈ.એમ.એ.ને બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ

- text


કોરોના કાળમાં વિવિધ સમાજ સેવાઓને ધ્યાને લઇ આરોગ્ય મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત

મોરબી : મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ટીમને કોરોના કાળમાં વિવિધ સમાજ સેવાઓને ધ્યાને લઈને આઈએમએ બ્રાન્ચને ડો.વાય ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં આરોગ્ય મંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરી મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશન ટીમની કામગીરીને બિરદાવી હતી.

મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયા, મંત્રી ડો. દિપક અઘારાની આગેવાની હેઠળ વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવેલી વિવિધ સમાજ ઉપયોગી કામગીરીને ધ્યાને લઈને રાજ્યની સવાસો બ્રાન્ચમાંથી મોરબીની આઈએમએ બ્રાન્ચને ડો.વાય ટી.પટેલ બેસ્ટ કોમ્યુનિટી સર્વિસ એવોર્ડ આપવા માટે પસંદગી કરવામાં આવી હતી અને ગઈકાલે અમદાવાદ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ગુજરાત યુની.ના કુલપતિ પંડ્યાના હસ્તે કોરોના કાળમાં વિવિધ સમાજ ઉપયોગઈ કામગીરીને ધ્યાને લઈને મોરબી ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયા, મંત્રી ડો. દિપક અઘારા અને ખજાનચી ડો.ભાવિન ગામીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text