હળવદના વેપારી ઉપર હુમલો કરનાર ત્રણ ઝડપાયા : એક હજુ ફરાર

- text


હળવદ : હળવદ શહેરમાં આવેલ લક્ષ્મી લોજ પાસે બેટરીની દુકાન ધરાવતા યુવાને બેટરીના પૈસાની ઉઘરાણી કરતા ચાર શખ્સોએ સરાજાહેર બજારમાં તલવાર, ધોકા વડે હુમલો કરતાં આ બનાવના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા સાથે જ બનાવને લઇ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી આવ્યો હતો આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સોને ઝડપી લીધા છે જ્યારે એક આરોપી હજુ ફરાર હોય તેને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

બનાવ અંગે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે શનિવારે હળવદ શહેરમાં આવેલ લક્ષ્મી લોજ પાસેની શ્રીહરિ બેટરી નામની દુકાન ધરાવતા ધવલભાઇ પ્રવીણભાઈએ હળવદના જંગરી વાસ વિસ્તારમાં રહેતા ઈલ્યાસભાઈ યાકુબભાઈને બેટરી આપેલ હોય જેના બાકી નીકળતા રૂપિયા માગતા ઇલ્યાસે પૈસા આપવાને બદલે ફોન કરી અન્ય ત્રણ શખ્સો ને બોલાવી દુકાનદાર પર હુમલો કર્યો હતો.

જેથી આ બનાવની જાણ હળવદના વેપારીઓને થતા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી સાથે જ પોલીસ પણ સમયસર આવી જતા એકત્રિત થયેલા ટોળાઓ વિખેરી બેટરીની દુકાન સંચાલકની ફરિયાદને આધારે રજાક હામદભાઈ જંગરી, મકબૂલભાઈ રજાકભાઈ જંગરી અને ઈલિયાસભાઈ યાકુબભાઈ જંગરીને ગણતરીની કલાકોમાં જ ઝડપી લેવાયા હતા જ્યારે આ બનાવમાં ફયાજ યાકુબ જંગરી હજુ ફરાર હોય તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ એ.એ જાડેજા ચલાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text