મોરબીમાં સંત જાગા સ્વામીની જન્મ જયંતીની ભાવભેર ઉજવણી

- text


મોચી સમાજ અને જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા આયોજન

મોરબી : મોરબીમાં મોચી સમાજ અને જાગા સ્વામી મિત્ર મંડળ દ્વારા સંત જાગા સ્વામીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે.

સંત જાગા સ્વામીની જન્મ જયંતી નિમિત્તે મોચી મંદિર, મોચી શેરી ખાતે દિપમાળા તથા અન્નકોટ તેમજ ‘હેપી બર્થડે’ની રંગોળી બનાવી જાગા સ્વામીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોચી સમાજના સેવાભાવી અને જાગા સ્વામી મિત્ર મંડળના પૂર્વ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ, પૂર્વ મંત્રી જાદવ કાંતિલાલ પરસોતમભાઈ તેમજ પૂર્વખજાનચી પ્રફુલભાઈ એચ. વાળા તેમજ ધીરુભાઈ પરમાર, જયસુખભાઈ પરમાર, હિતેશભાઈ રાઠોડ, બળવંતભાઈ વાઘેલા, નાથાભાઈ પરમાર, સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણ, પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ, મુન્નાભાઈ રચના સાડી, વાળા રમેશભાઈ, રાજુભાઈ પરમાર તેમજ નામી-અનામી પધારેલા સમાજના સર્વ જ્ઞાતિજનો આ મહાઆરતીનો લાભ લીધો હતો. તેમજ અન્નકૂટની પ્રસાદી લીધી હતી. આમ, આજનો જાગા સ્વામી જન્મ જયંતી ઉત્સવ મોચી સમાજ મોરબી દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તેમ પંકજભાઈ ચૌહાણ, મોરબીની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text