હળવદના પેટ્રોલપંપમાં લૂંટના ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપી અંતે ઝડપાયો

- text


 

મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને ગાંધીધામ પાસેથી દબોચી લીધો

મોરબી : હળવદના પેટ્રોલપંપમાં થયેલી લૂંટના ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપી આંખરે પોલીસના સંકજામાં આવ્યો છે.જેમાં બાતમીના આધારે મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આરોપીને ગાંધીધામ પાસેથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી જિલ્લામાં વિવિધ ગુન્હામાં ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવાની સૂચના આવતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ આ દિશામાં કાર્યરત હતી. ત્યારે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટના ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપી ગાંધીધામ-ભુજ પાસે હોવાની હકીકત મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં ગાંધીધામ પાસેથી હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટના ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપી પ્રેમસિંગ ઉર્ફે તુલસીમ ઉર્ફે રમેશ જોગડભાઈ મુનિયાને ઝડપી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસની હવાલે કર્યો છે.

- text