મતદારોને પ્રલોભન આપવાના કેસમાં નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ

- text


વર્ષ 2009ના આચારસંહિતાના ભંગના કેસમાં મોરબી કોર્ટમાં ઉત્તેજનાભર્યા માહોલમાં ચુકાદો

મોરબી : વર્ષ 2009માં મોરબીમાં ચૂંટણી સભા દરમિયાન તત્કાલીન ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કાન્તિલાલ અમૃતિયા અને યુવા ભાજપ મોરચાના મનોજ પનારા વિરુદ્ધ નોંધાયેલ આચાર સંહિતા ભંગના કેસમાં આજે મોરબી અદાલતે તમામ આરોપીનો નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.

મતદારોને પ્રલોભન આપવા અંગે મોરબીમાં વર્ષ 2009માં ભક્તિનગર નજીક સભા યોજાયા બાદ આચાર સંહિતા ભંગ અંગે તત્કાલીન ધારાસભ્ય અને પ્રવર્તમાન વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને જે તે સમયના યુવા ભાજપ મોરચા મોરબીના મનોજ પનારા વિરુદ્ધ આચાર સંહિતા ભંગ અંગે ગુન્હો નોંધાયો હતો.

- text

જે અંગેના કેસમાં આજે ફેંસલો હોય સવારથી જ ઉત્તેજના ભર્યા માહોલમાં મોરબી કોર્ટમાં ભીડ ઉમટી હતી અને આ કેસમાં આરોપી એવા વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મનોજ પનારા કૉર્ટમાં હાજર રહ્યા હતા જેમાં નામદાર અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text