ચરાડવાની ચામુંડા ગરબી મંડળ દ્વારા બાળાઓને લ્હાણી વિતરણ

- text


મોરબી : હળવદના ચરાડવા ગામે ચામુંડા ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવે નવ દિવસ સુધી બાળાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવીને જગત જનની જગદંબાની ભક્તિભાવથી આરાધના કરી હતી.ત્યારે ગઈકાલે દશેરા નિમિતે આ પ્રાચીન ગરબીનું સમાપન થયું હતું.આથી ચરાડવા  મહાકાળી આશ્રમના બાપુ દ્વારા ચરાડવા ગામે ચામુંડા ગરબી મંડળની બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text