યુવતીને ભગાડી જવા મુદ્દે યુવાનને લાકડીથી ઢીબી નાખ્યો

- text


મોરબીના શક્તિચોક પાસે મારામારીની ઘટનામાં ત્રણ શખ્સો સામે ફરિયાદ

મોરબી : મોરબીના શક્તિચોક પાસે યુવતીને ભગાડી જવા મુદ્દે યુવાનને લાકડીથી ઢીબી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અમીતભાઈ જગદીશભાઈ ટીડાણી (ઉ.વ.૨૭ ધંધો વેપાર રહે ત્રાજપર ગામ સામાકાંઠે મોરબી) એ આરોપી ટકો ભરવાડ (રહે શોભેશ્વર ધાર સામાકાઠે મોરબી) તથા એક કાળો શર્ટ પહેરેલ ઈસમ તેમજ પીળુ ટી શર્ટ પહેરેલ ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ શક્તિચોક તથા વીશીપરા હનુમાનજી મંદીરની પાસે ફરીયાદી એક આરોપીના સમાજની છોકરીને આજથી છએક માસ પહેલા ભગાડી ગયેલ હોય તે વાતનુ મન;દુખ રાખીને ફરીયાદીને જેમફાવે તેમ ગાળો બોલી લાકડી વડે ફરીયાદીને જમણા પગમા ફેકચર તથા જમણા હાથમા તથા શરીરે મુઢ ઈજાઓ કરી તથા અન્ય બે આરોપીઓએ પણ લાકડી વડે ફરીયાદીને માર મારી જમણા પગમા ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી હતી.આ બનાવની ફરિયાદના પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text