આવો તો રમવાને, ગરબે ઘુમવાને : મોરબી જિલ્લામાં ઠેર-ઠેર નવલી નવરાત્રીનો થનગનાટ

- text


લાકડી રાસ, દીવડા રાસ, કરતાલ રાસ, દાંડિયા રાસ સહિતના રાસની થાય છે જમાવટ

મોરબી : મોરબી જિલ્લામાં ઠેર-ઠેર નવલી નવરાત્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોના વાયરસના લીધે નવરાત્રીના આયોજનો બંધ રહ્યા બાદ આ વર્ષે પ્રાચીન ગરબીઓની છૂટ મળતા ખેલૈયાઓ મન મૂકીને ઝૂમે છે. નવરાત્રી પુર્ણાહુતીના આરે છે ત્યારે પણ શેરી-મહોલ્લામાં રાસ-ગરબાની જમાવટ જોવા મળી રહી છે.

સરસ્વતી શિશુમંદિર – શકત શનાળા ખાતે આસો સુદ એકમથી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભારત માતાની તથા બાવન શક્તિપીઠની પૂજા તથા આરતી દરરોજ જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા કરવામાં આવે અને વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી આરતીની થાળી, માતાજીનો હાર તથા પ્રસાદી લઈને આવે છે. આરતી કરીને માં ભગવતીની સ્તુતિ બોલી સર્વે સાથે મળીને ગરબાના તાલે ઝૂમે છે અને છેલ્લે પ્રસાદી લઈને છુટ્ટા પડે છે. તેમજ વિજયા દશમીના રોજ રાત્રે 8:45 કલાકે મહાઆરતી, શસ્ત્ર પૂજન તથા રાસ ગરબાનું આયોજન કરેલ છે. જેમાં વિદ્યાલયના આચાર્યોના તથા વાહનસારથીના પરિવાર ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે 52 શક્તિપીઠમાં હિંગળાજમાતા પાકિસ્તાન, નૈનાદેવી હિમાચલ પ્રદેશ, સુગંધા બાંગ્લાદેશ, મહામાયા પહલગામ કાશ્મીર, જવાલાજી હિમાચલ પ્રદેશ, ત્રિપુર જલંધર પંજાબ, અંબાજી આરાસુરી ગુજરાત, મહામાયા નેપાળ, દાક્ષાયાણી માનસરોવર, વિમલા જગન્નાથજી ઓડિશા, ગણડકી નેપાળ, દેવીબહુલા બંગાળ, મંગલચંડી ઉજ્જૈન, ત્રિપુરાસુંદરી ત્રિપુરા,ચટ્ટલ ભવાની બાંગ્લાદેશ, ત્રિસોતા બંગાળ, પ્રભાસ મહાકાલી ગિરનાર, પ્રયાગ પશ્ચિમ બંગાળ, કાલીપીઠ કોલકત્તા, પ્રયાગ લલીતા ઉત્તર પ્રદેશ, જયંતિ બાંગ્લાદેશ, વિમલા મુગટ પશ્ચિમ બંગાળ, કાલભૈરવ વારાણસી, શર્વાણ તમિલનાડુ, સાવિત્રી હરિયાણા, ગાયત્રી પુષ્કર, મહાલક્ષ્મી બાંગ્લાદેશ, કાંશ્ર્વિ કન્યકાંશ્રય, કાલી મધ્ય પ્રદેશ, નર્મદા અમરકંટક મધ્ય પ્રદેશ, રામગીરી શિવાની ઉત્તર પ્રદેશ, ઉમા ઉત્તર પ્રદેશ, વારાહી ગુજરાત, નારાયણી તમિલનાડુ, અપર્ણા બાંગ્લાદેશ, ત્રીસુંદરી આંધ્ર પ્રદેશ, ચંદ્રભાગા સોમનાથ ગુજરાત, કામાખ્યા ગુવાહાટી, ભ્રામરી નાસિક, વિશ્વેશ્વરી આંધ્ર પ્રદેશ, રત્નાવલી બંગાળ, અંબિકા ભરતપુર રાજસ્થાન, મિંથલા ભારત નેપાળ બોર્ડર, નલહાટી કાલિકા, વકેશ્વર મહષમહિર્ની, યશોરેશ્વરી જૈસોર, મહષમહિર્ની વકેશ્વર, અદહાસ ફુલારા, નંદની પશ્ચિમ બંગાળ, અંબિકાવિરાટ જયપુર, માગંધ પટનેશ્વરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, મા મેલડી યુવા ગ્રુપ દ્વારા છેલ્લા 30 વર્ષથી બોરળીવાળા મેલડી માતાના મંદિરે નવરાત્રીનુ આયોજન કરવામા આવે છે. પાવન પાર્ક તથા નિત્યાનંદ સોસાયટીની સંયુક્ત ગરબીમા બાળાઓ તથા બહેનો મન મુકીને ગરબે ઝૂમી ઉઠે છે. આ ગરબીના આયોજનમાં મોરબી નગરપાલીકાના ચેરમેન તથા વોર્ડ નં. – 4ના કાઉન્સિલર ગીરીરાજસિંહ સુખુભા ઝાલા, અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા, હાર્દિકભાઇ ધીરુભાઈ હેરભા, દશુભા ભીમભા ઝાલા, જયદિપસિંહ રાઠોડ, ભાવેશભાઈ રાઠોડ (વાયરમેન), મંદિરના પુજારી સુરેશભાઈ તથા મા મેલડી યુવા ગ્રુપના દરેક યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text

જયારે મોરબી તાલુકાનું કાલીકાનગર અંદાજે 100 વર્ષ પ્રાચીન ગામ છે. ત્યારે કાલીકાનગર નવરાત્રી મહોત્સવમાં સૌપ્રથમ માતાજીના ગરબા બાળાઓ ગાઈ છે, ત્યારબાદ મહિલાઓ માતાના ગરબા ગાઈ છે, તે પછી ભાઈઓ માતાના પાંચ ગરબા ગાઈને માતાની આરતીના ચડાવો કરવામાં આવે છે. તથા આઠમના દિવસે બહેનો માતાની આરતી ઉતારે છે. ઉલ્લેખનીય છે કે લાઈટ ડેકોરેશનથી ચાંચર ચોકમાં શણગાર કરવામાં આવે છે.

વધુમાં, ટંકારા તાલુકાના હીરાપર ગામમાં ચાલી રહ્યો છે પરંપરાઓને પ્રજ્વલિત કરવાનો મહાયજ્ઞ. આ યજ્ઞ એટલે પાટીદાર યુવા ગ્રુપ હિરાપર દ્વારા આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવ 2021. હિરાપર ગામમાં પ્રાચીન સંસ્કૃતિને જાળવવાના પ્રયાસના ભાગરૂપે પાટીદાર યુવા ગ્રુપ હિરાપર દ્વારા લોકભાગીદારીથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10થી 22 વર્ષની કુલ 46 બાળાઓને બે ગ્રુપમાં વિભાજિત કરી 20 દિવસની તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બાળાઓ દ્વારા દરરોજ પારંપરિક વસ્ત્રોમાં લાકડી રાસ, દીવડા રાસ, કરતાલ રાસ, દાંડિયા રાસ અને બીજા અનેકવિધ અલગ-અલગ પ્રકારના રાસ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.

આ આયોજનને સફળ બનાવવા ગામલોકોએ પણ છુટા હાથે આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે. સહભાગી થયેલ 46 બાળાઓને પ્રોત્સાહન માટે ગામના પ્રશંસનીય દાતાઓ તરફથી લાણી સ્વરૂપે ટ્રોલી બેગ, સોનાનો દાણો, મલ્ટી પર્પસ કુકર, કાચ પ્લાસ્ટીક અને ઇલેક્ટ્રિકની વસ્તુઓ મળીને મબલક ભેટ આપવામાં આવી છે. 21મી સદીના બાળકોમાં દેશપ્રેમની જ્યોત જગાવવા માટે દરરોજ રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવે છે. મા દુર્ગા અને માં ભારતીની સંયુક્ત આરાધનાનું આ આયોજન ખરેખર માણવા યોગ્ય છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text