પ્લમ્બીંગ કામ કરવા બાબતે શ્રમિકને ઢોર માર માર્યો

- text


મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમા બનેલી ઘટના મામલે ત્રણ સામે ફરિયાદ

મોરબી : મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આદર્શ સોસાયટીમા પ્લમ્બીંગ કામ કરવા બાબતે શ્રમિકને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ શખ્સોએ શ્રમિકને લોખડના પાઇપ અને સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે આડેધડ માર મારીને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.

- text

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-૧ શકત શનાળા ગામેં આવેલ ઘુડની વાડીમાં રહેતા અને પ્લમ્બીંગની મજુરી કામ કરતા કલ્યાણજીભાઇ ધરમશીભાઇ ડાભી (ઉવ-૩૮) એ ધીરૂભાઇ આહિર, અશ્વિનભાઇ આહિર, રાજકુમાર સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા-૧૦ ના રોજ બપોરના સાડા બાર વાગ્યે મોરબી-ર વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમા આરોપીઓએ ફરીયાદીની સાથે પ્લમ્બીંગ કામ કરવા બાબતે બોલાચાલી કરીને બેફામ ગાળો આપીને આરોપીઓએ લોખંડના પાઇપ તથા સેન્ટ્રીંગના લાકડાના ટુકડા વડે ફરીયાદીને આડેધડ માર મારીને પતાવી દેવાની ધમકી આપીને ફરીયાદીને મુંઢ ઇજાઓ પહોચાડી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text