ટંકારામાં એફ્પો સંસ્થા દ્વારા ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ટંકારાના પ્રભુચરણ આશ્રમ ખાતે એફ્પો સંસ્થા દ્વારા ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

ટંકારા ખાતે એફ્પો સંસ્થા અને આત્મા પ્રોજેકટના સંયુક્ત ઉપક્રમે ખેડુત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડેમો યોજી સંકલિત ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમમાં મોરબી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ જીલેશભાઈ કાલરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડુતો માટે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું.

ટંકારા તાલુકામાં ખેડુતો, મજુરો, મહિલાઓ માટે કાર્યરત એફ્પો સંસ્થા દ્વારા લતીપર રોડ ઉપર આવેલ પ્રભુચરણ આશ્રમ ખાતે પ્રોજેક્ટ મેનેજર નીતિનકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ પિયુ મેનેજર ક્રિમપાલ દેત્રોજા, આત્મા પ્રોજેક્ટના ભરત વાધેલાના સંયુક્ત ઉપક્રમે ખેતી પ્રત્યે અવેરનેસ અને આયોજનબદ્ધ સંકલિત પધ્ધતિ અંગે વિગતવાર માહિતી આપી હતી.

તદઉપરાંત જીવામુત ગૌ આધારિત ખેતી અને સરકારી યોજના અંગે ધરતીપુત્રોને વાકેફ કર્યા હતા. સંસ્થાના ફિલ્ડ ફેસીલેટર સંદિપભાઈ, શૈલેશભાઈ, રક્ષાબેન, રજનીભાઈ, નિતાબેન, જયેશભાઈ દ્વારા દવા છંટકાવ વખતે કાળજી રાખી પિપીઇ ડેમો, પાણી વ્યવસ્થાપન, જંતુ અને રોગ ઓળખ અને તેના નિયંત્રણ પધ્ધતિ, દવા લેબલ, આધુનિક ટેકનોલોજી સહિતની વિસ્તૃત માહિતી આપી હતી.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે એફ્પો સંસ્થા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત સારા કપાસની પહેલ માટે સતત કામ કરી રહી છે. જેના સાત પ્રિન્સિપાલ અને ત્રણ ઉદેશ હેઠળ વખતો વખત ગામો ગામના ખેડૂતોને માહિતી આપતા રહે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text