લજાઈથી જડેશ્વર રોડના પ્રશ્ને આંદોલનના એલાનથી તંત્ર સફાળું જાગ્યું

- text


ઉપવાસ આંદોલનની ચીમકી આપનાર સામાજિક કાર્યકરો સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ મીટીંગ યોજી તાબડતોબ રોડનું પેચવર્ક શરૂ કરાવ્યું

ટંકારા : ટંકારાના લજાઈથી જડેશ્વર રોડની ખરાબ હાલત મામલે સામાજિક કાર્યકરોએ અનશન પર ઉતરવાની ચીમકી આપતા મોરબી માર્ગ મકાન વિભાગ સફાળું જાગ્યું હતું અને ઉપવાસ આંદોલનની ચીમકી આપનાર સામાજિક કાર્યકરો સાથે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ મીટીંગ યોજી તાબડતોબ રોડનું પેચવર્ક શરૂ કરાવ્યું છે. અધિકારીની ખાતરી મુજબ જ રોડનું કામ શરૂ થતાં લોકોએ રાહતનો દમ લીધો છે.

ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના બિસ્માર રોડ બાબતે થોડા દિવસ પહેલા મોરબી અપડેટ માધ્યમથી બિન રાજકીય સામાજિક કાર્યકરો ગૌતમભાઈ વામજા, રમેશભાઈ ખાખરીયા અને પ્રવિણભાઇ મેરજા દ્વારા અનશન પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. આથી માર્ગ અને મકાન વિભાગના અધિકારી એચ. એ. આદ્રોજાએ ત્રણે સામાજીક કાર્યકરો સાથે મિટીંગ યોજી મૌખીક બાહેધારી આપી હતી કે, વરસાદ બંધ થતાં જ આ રોડનું જ્યાં માટીકામ, મેટલકામ આવતું હશે ત્યાં પેચવર્ક કામ તત્કાલીન કરવામાં આવશે અને આ રોડ સ્ટેટ હાઈવેના અંડરમાં હોવાથી જેમ બને તેમ નવનિયુક્ત કરવા ઉપર સુધી રજુઆત કરવા અને હાલ પેચવર્ક કામ વરસાદની સિઝન પુરી થતાં જ કરવાની ખાતરી આપી હતી.

- text

આમ અધિકારીએ આપેલી ખાતરી મુજબ વરસાદ બંધ થતાં જ તાબડતોબ પેચવર્ક કામ શરુ કરી દેવામાં આવતા સામાજિક કાર્યકરોએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો સામાજિક કાર્યકરોએ આભાર વ્યક્ત કર્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text