મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સમસ્ત બ્રહ્મસમાજ – મોરબી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનુ આયોજન સાર્થક વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા રેકોર્ડ બ્રેક 650થી વધુ માર્કશિટનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે 270થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અભીનેષ દુબેજી તથા હિરલબેન દવે એ હાજરી આપી હતી.

આ વખતે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આ કાર્યક્રમમાં નવતર પ્રયોગો કર્યા હતા. જેમાં ધોરણ 6થી 12નાં વિદ્યાર્થીઓ માટે લેવલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને તમામ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ સફળ બનાવી હતી. આ વખતે કાર્યક્રમ અંતર્ગત સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા આમંત્રણ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ન હતું અને વોટસઅપ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો તથા તે માધ્યમથી જ આમંત્રણો આપવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓને જ મહત્વ મળી રહે એ માટેનો સ્ટેજ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે અતિથિ વિશેષ સિવાયના કોઈ પણ મહેમાનોને સ્ટેજ ઉપર બોલાવવામાં આવ્યા નહિ અને જેને બ્રહ્મસમાજના તમામ મહાનુભાવો એ વધાવી લીધું હતું તથા નવતર પ્રયોગોની પ્રશંસા કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા તથા અમુલભાઇ જોષી તથા તમામ હોદેદારો, શિક્ષણ સમિતિ તથા પ્રચારપ્રસાર સમિતિના તમામ હોદેદારો એ જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text