કાલે મોરબી અને હળવદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મતદાન

- text


પેટા ચૂંટણીની પ્રક્રિયા માટે ચૂંટણી સ્ટાફ સજ્જ : એસઆરપી, હોમગાર્ડની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસ કરશે પેટ્રોલિંગ

મોરબી : મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 અને હળવદની રણછોડગઢ બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી પ્રક્રિયા માટે તંત્ર સજ્જ બન્યું છે. પેટા ચૂંટણીની પ્રક્રિયા માટે સ્ટાફ સજ્જ બન્યો છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 સીટના સદસ્ય નાથાભાઈ ડાભીનું અગાઉ અવસાન થતાં આ ખાલી પડેલી બેઠક તેમજ હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠકના મહિલા સભ્યનું અવસાન થતા પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી 3 ઓક્ટોબરને રવિવારે એટલે કે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે મોરબી ત્રાજપર બેઠક માટે 12 એસઆરપી જવાન, 9 હોમગાર્ડ, 20 પોલીસ જવાન સહિત પીઆઇ અને પીએસઆઇ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે આજ રીતે હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક માટે પણ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

- text

મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર- 2 સીટની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 6 મતદાન બુથ છે અને કુલ 5131 મતદારો નોંધાયેલા છે.જેમાં 2771 પુરુષ મતદારો અને 2360 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જયારે 2254 પુરુષ અને 1962 સ્ત્રી મતદારો સહીત કુલ 4216 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.ચૂંટણી પ્રક્રિયા માટે સ્ટાફ સજ્જ બન્યો છે અને મતદાન પ્રક્રિયા બાદ આગામી તા.5 ના રોજ આ પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text