મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતા ધસમસતા પ્રવાહમાં ગાંડી વેલનું સામ્રાજ્ય તણાયું

- text


મચ્છુ-2 ડેમના પાંચ દરવાજા ખોલાયા બાદ હજુ પણ 6400 ક્યુસેક પાણીની જાવક
મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગતા લીલી વેલનો પ્રશ્ન એકઝાટકે હલ

મોરબી : મોરબીમાં જે કામ પાલિકા તંત્રને કરવાનું હતું તે કામ મેઘરાજાએ કરી બતાવ્યું છે. મચ્છુ નદીમાં ઘણા સમયથી લીલી વેલ એટલે કે ગાંડી વેલનું સામ્રાજ્ય છવાયેલું હતું. મેઘમહેરથી મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થતા મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગત મચ્છુ નદીના ધસમસતા પ્રવાહમાં લીલી વેલ એક ઝાટકે દૂર થઈ છે.

મોરબી અને ઉપરવાસમાં સતત વરસાદને પગલે મોરબીવાસીઓની જીવાદોરી ગણાતો મચ્છુ 2 ડેમ છલોછલ ભરાઈ ગયો છે. ગઈકાલે મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થયો હતો અને આ ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલાવામાં આવ્યા હતા ત્યારે વરસાદ ન હોવા છતાં હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે. ડેમના અધિકારીઓ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મચ્છુ-2 ડેમમાં હાલ 6400 ક્યુસેક પાણીની આવક હોય એટલી જ જાવક છે.આથી મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી છે. મચ્છુ નદીમાં ધસમસતા પાણીના વહેણમાં લીલી વેલ એકઝાટકે જ દૂર થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની મધ્યે પસાર થતી મચ્છુ નદીમાં લાંબા સમયથી લીલી વેલનું સામ્રાજ્ય છવાયેલું છે. જેના કારણે મચ્છુ નદીમાં પાણી દેખાતું જ નથી. તેથી નદીમાં કોઈ પડી જાય તો બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. આથી તંત્ર સમક્ષ વારંવાર આ લીલી વેલને દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. પણ મેઘરાજાએ એકઝાટકે જ લીલી વેલને હટાવી દેતા મચ્છુ નદીના નીરનો સોહામણો નજારો સર્જાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text