દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો આજે જન્મદિવસ

- text


મહામહિમ રામનાથ કોવિંદ ભારતના 14માં રાષ્ટ્રપતિ છે

યૂ.પી.ના કાનપુર દેહાત જિલ્લાના પરોંખમાં 1 ઓક્ટોબર, 1945ના રોજ રામનાથ કોવિંદનો જન્મ થયો. દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભારતના 14મા રાષ્ટ્રપતિ છે. 2017માં તેઓ ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ચૂંટાયેલા છે. રામનાથ કોવિંદ અગ્રણી રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. તેઓ 2015થી 2017 સુધી બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા હતા.

- text

રામનાથ કોવિંદ વર્ષ 1994થી લઈને વર્ષ 2006 સુધી સંસદના ઉપરી સદન રાજ્યસભાના સદસ્ય રહી ચૂક્યા છે. વર્ષ 1990માં તેઓ યુ.પી.ના ઘાટમપુર લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2007માં કોવિંદ ભોગનીપુર વિધાનસભા બેઠક ઉપરથી પણ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

મહામહિમ રામનાથ કોવિંદ ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેઓ ભાજપ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ-જનજાતિ મોરચાના અધ્યક્ષ, મહામંત્રી અને પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text