આજે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે : જાણો.. વડીલોને થતી સામાન્ય તકલીફો વિશે…

- text


30 વર્ષ પહેલાં ઉજવાયો હતો પ્રથમ વિશ્વ વૃદ્ધ દિવસ

આજે તા. 1 ઑક્ટોબર એટલે ઇન્ટરનેશનલ સિનિયર સિટીઝન ડે. 30 વર્ષ પહેલાં દુનિયાભરમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ ઉજવાયો હતો.

1991માં આજના દિવસે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી. દુનિયાભરના વૃદ્ધો પ્રત્યે થતા દુર્વ્યવહાર અને અન્યાયને રોકવા નિર્ણય લેવાયો હતો. જો કે 14 ડિસેમ્બર, 1990ના રોજ આ નિર્ણય લેવાયો હતો. અને 1 ઓક્ટોબર, 1991એ પહેલીવાર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ મનાવાયો હતો. ઉલ્લેખનીય છે કે1982માં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ‘વૃદ્ધાવસ્થાને સુખી બનાવો’ સૂત્ર આપીને ‘સૌ માટે સ્વાસ્થ્ય’ અભિયાન શરૂ કરાયુ હતું. તે બાદ યૂ.એન.ની વિનંતી પર 1999ને ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ’ના રૂપમાં ઉજવાયુ હતું.

આજે વિશ્વ વૃદ્ધ દિવસ નિમિતે જાણીએ વડીલોને થતી ત્રણ સામાન્ય તકલીફો વિશે:

1. ઑસ્ટિયોપોરોસિસ

વડીલોમાં ઑસ્ટિયોપોરોસિસ સામાન્ય બીમારી છે. ઉંમર વધવાની સાથે હાડકાં નબળાં પડતાં જાય છે. કમરનો દુ:ખાવો, ડોકનો દુ:ખાવો, ઘુંટણનો દુ:ખાવો, બેક પેઇનની સાથે-સાથે શરીરના કોઇપણ ભાગમાં હાડકાઓમાં દુ:ખાવાની શરૂઆત ઑસ્ટિયોપોરોસિસ તરફ ઇશારો કરે છે. જો આ લક્ષણો પર શરૂઆતથી ધ્યાન ન આપવામાં આવે તો ઑસ્ટિયોપોરોસિસની બીમારી થઇ શકે છે.

- text

2. શારીરિક ઇજા

શારીરિક ઇજા વડીલોમાં સૌથી સામાન્ય સમસ્યા છે. ઉંમર હોવાને કારણે વૃદ્ધો પોતાનું શારીરિક સંતુલન સંભાળી શકતા નથી. જેથી, તેમનાં પડી જવાની શકયતાઓ પણ વધી જાય છે. આ શારીરિક ઇજાઓને કારણે ઘણીવાર વડીલોનું મૃત્યુ પણ થઇ શકે છે. એવામાં વૃદ્ધ લોકોએ શારીરિક ઇજાથી સલામત રાખવાં ખૂબ જ જરૂરી છે.

3. કુપોષણનો શિકાર

ઉંમર વધવા પર ડાયેટ ઓછો થવો, હેલ્ધી વસ્તુઓનું પાચન ન થઈ શકવું, જેવા કેટલાય કારણો વૃદ્ધ લોકોને કુપોષણનો શિકાર બનાવી શકે છે. કુપોષણના કારણે ઇમ્યૂન સિસ્ટમ વીક પડવી અને માંસપેશિઓની નબળાઇ સૌથી સામાન્ય સમસ્યા છે. કુપોષણના કારણે ઘડપણમાં સ્વાસ્થય સમસ્યાઓ પણ વધી શકે છે. તેનાથી બચવા માટે ડાયેટમાં ફળ અને શાકભાજીઓની સાથે-સાથે લો ફેટવાળા ખાદ્ય પદાર્થો સામેલ કરવા જોઇએ.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text