મોરબીમાં પડતર પ્રશ્ને તલાટી મંત્રીઓ માસ સીએલ ઉપર

- text


મોરબી જિલ્લાના 249 તલાટીઓ જોડાયા, તલાટીઓએ ધરણા પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ કરી

મોરબી : મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ આજથી પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં મોરબી જિલ્લાના 249 તલાટીઓ આજથી માસ સી એલ ઉપર ઉતરી ગયા છે અને તલાટીઓએ ધરણા પ્રદર્શન કરીને સરકાર સમક્ષ પડતર પ્રશ્નોને ઉકેલવાની માંગ કરી છે. તલાટીઓ માસ સી.એલ. ઉપર ઉતરી જતા વહીવટી કામો ખોરવાયા છે.

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ભરતભાઈ ગોલસાણીયા, ઉપપ્રમુખ રવિભાઈ હુંબલ, મંત્રી બી.જે. કાસુન્દ્રાના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાના 68 સહિત મોરબી જિલ્લાના 249 તલાટી મંત્રીઓ આજથી માંસ સી એલ ઉપર ઉતારી ગયા છે અને આ તલાટીઓએ આજે ઘરણા કરીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

- text

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના જણાવ્યા મુજબ તલાટીઓના પડતર પ્રશ્નો જેવા કે, વર્ષ 2004 થી 2006 ના તલાટીઓના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક સેવા સળગ ગણી બઢતી સાથે ઉચ્ચત્તમ પગારના લાભો આપવા, વર્ષ 2006 બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતમ પગાર ધોરણની દરખાસ્ત મંજુર કરવા, તલાટીને વિસ્તરણ અધિકારી-આંકડા વિસ્તરણ અધિકારી તરીકે પ્રમોશન આપવા, રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટીને મર્જ કરવા મહેસુલ વિભાગના પરિપત્રનો અમલ કરવા, રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4400 આપવા, વર્ષ 2006 માં નિમણુંક થયેલા તલાટીઓને અગાઉના પરિપત્ર મુજબના લાભો આપવા, તલાટીઓને ફરજ મોકૂફી માટે ચોક્કસ કાર્યરીટીને અનુસરવા, બાયો મેટ્રિક પદ્ધતિથી તલાટીઓની હાજરી પુરવાના નિર્ણય રદ કરવા સહિતના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નીર્ધાર કર્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text