મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, 5 દરવાજા 2 ફૂટ ખોલાયા

- text


1979 માં મચ્છુ જળ હોનારતમાં તૂટ્યા બાદ નવો બનેલો મચ્છુ-2 ડેમ 18 મી વખત છલકાયો

મોરબી : મોરબીવાસીઓ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદને પગલે મોરબીની જીવાદોરી ગણાતો મહાકાય મચ્છુ-2 ડેમ આજે બપોરે 12-30 વાગ્યે ઓવરફ્લો થયો હતો અને મચ્છુ-2 ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલાયા છે. 1979 માં મચ્છુ જળ હોનારતમાં તૂટ્યા બાદ નવો બનેલો મચ્છુ-2 ડેમ 18 મી વખત છલકાયો છે.

મોરબીમાં ચોમાસાની સિઝનના ત્રણ મહિના સુધી સતત કરકસર કર્યા બાદ આખરે ભાદરવામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે અને છેલ્લા બે-ત્રણ દિવસથી મોરબી અને ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ-2 ડેમ છલકાયો છે. જેમાં આજે બપોરે 12-30 વાગ્યે મચ્છુ- 2 ડેમ ઓવરફ્લો થતા આ ડેમના 5 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા હતા. જો કે, ગત 27 સપ્ટેમ્બરે આ ડેમ 59.57 ટકા ભરેલો હતો એટલે 1849 એમસીએફટી પાણીનો જથ્થો હતો.પરંતુ છેલ્લા 24 કલાકમાં આ ડેમમાં 745 એમસીએફટી પાણી આવતા છલોછલ થઈ ગયો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1979 માં મચ્છુ જળ હોનારતની દુર્ઘટનામાં મચ્છુ-2 ડેમ તૂટ્યા બાદ વર્ષ 1990-91 માં નવેસરથી બનાવવા આવ્યા પછી આજે 18 મી વખત ઓવરફ્લો થયો છે. આ સીઝનમાં ડેમમાં 2202 એમસીએફટી પાણી નવું આવ્યું છે. હાલ મચ્છુ ડેમ ઓવરફ્લો થતા 6400 ક્યુસેક પાણીની આવક હોય એટલી જાવક છે.આ ડેમની 33 ફૂટની સપાટી અને 3104 એમસીએફટી પાણીના સંગ્રહની ક્ષમતા છે. મચ્છુ-2 ડેમ સોરાષ્ટ્ના સૌથી મોટા આઠ ડેમોમાં ત્રીજા નંબરનો ડેમ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text