રાજકોટની હોટલમાં યુવતીના નિવસ્ત્ર ડાન્સ મામલે મોરબીનું નામ ઉછળ્યુ

- text


મોરબીના નબીરાઓએ ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં પાર્ટીનું આયોજન કર્યાની વ્યાપક ચર્ચા

મોરબી : રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ફોર સ્ટાર હોટલમાં અડધી રાત્રે યુવતીએ નિવસ્ત્ર બની ઠુમકા લગાવવા પ્રકરણનો વીડિયો વાઇરલ થયા બાદ આ ચર્ચાસ્પદ વિડીયો પ્રકરણમાં મોરબીનું નામ જોરશોરથી ઉછળ્યું છે.

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી હોટલ ઇમ્પીરિયલ પેલેસના રૂમમાં યુવતી નિવસ્ત્ર બનીને ડાન્સ કરતી હતી ત્યારે એક બારી ખુલ્લી રહી જતા કોઈએ સમગ્ર ડાન્સપાર્ટીનો વિડીયો ઉતારી વાઇરલ કરતા આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

બીજી તરફ આ નિવસ્ત્ર પાર્ટીના આયોજક તરીકે મોરબીના કેટલાક નબીરા હોવાનું વ્યાપક પણે ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર બનાવ અંગે રાજકોટ પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર સહિતની ચકાસણી હાથ ધરી હોટલમાં છેલ્લા દિવસોમાં ઉપરોક્ત રૂમમાં કોણ – કોણ રોકાયું હતું તે સહિતની બાબતોની વિશેષ તપાસ શરૂ કરી નિવસ્ત્ર ડાન્સ આયોજકોને ઓળખી કાઢવા કવાયત શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text