ભાદરવો ભરપુર વરસ્યો : મોરબી જિલ્લામાં ચાલુ સિઝનમાં ૫૦% વરસાદ સપ્ટેમ્બર મહિનામાં ખાબકી ગયો

- text


રાતોરાત ડેમ તલાવડા છલકાતા મુરઝાતા મોલાતને નવજીવન મળ્યું

ટંકારા : કુદરત ધારે તો પળવારમાં કેવી ફેરબદલ કરી શકે તે આ વર્ષે ચોમાસામાં જોવા મળ્યું છે. જુન – જુલાઈ અને ઓગસ્ટ ત્રણય માસમાં મોરબી જીલ્લામાં સરેરાશ માત્ર ૧૦ ઇચ વરસાદ નોંધાયો હતો અને એકલા સપ્ટેમ્બર માસમાં જ સરેરાશ ૧૨ ઇંચ વરસાદ વરસાવી મેઘરાજાએ નદી – નાળા છલકાવી દઈ સૌથી વધુ ટંકારામાં ૧૯ ઇંચ અને ઓછો માળીયામાં ૬ ઇંચ વરસાદ વરસાવ્યો છે.

ઓણસાલ ભીમ અગિયારસે થયેલ વાવણી લાયક વરસાદ બાદ મોરબી જિલ્લાના ધરતીપુત્રો આંનદમાં આવી ગયા હતા અને ઓણસાલ માયગા મેહ વરસેની આશ લગાવી ખેત કાર્યમાં જોતરાઈ ગયા હતા. પરંતુ વરસાદના દિવસોમાં મેધરાજા રિસામણાંના મુડમાં આવી જતા ઓગસ્ટના દહાડા સાથે આફત ઉતરી હોય તેમ નદી, નાળા, તલાવડા, કુવા બોરમા નવા નીર આવ્યા ન હતા. તો બીજી બાજુ વરસાદ પણ ન થતા મોલ પાણી વાકે મુરઝાઈ ગયા હતા. એવામાં પિયત આપવુ શાનું? એવો સવાલ ખેડૂતોને મૂંઝવતો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં વરૂણદેવ મોરબી જિલ્લા ઉપર સટાસટી બોલાવી રીતસરનું મેઘતાંડવ કરી સિઝનનો ૫૦% વરસાદ વરસાવી રાતો – રાત નદી, નાળા, કુવા, બોર અને મહાકાય ડેમ ઓવરફલો કરાવી દીધા હતા.

મોરબી જિલ્લાના પાંચેય તાલુકાના સરકારી આંકડા જોઇએ તો જુન માસે ટંકારામાં ૬૧ mm, માળીયામાં ૭૮ mm, મોરબીમાં ૩૬ mm, વાંકાનેરમાં ૧૦૮ mm, હળવદમાં ૭૭ mm નોધાયેલ હતો. જુલાઇ માસમાં ટંકારામાં ૧૯૩ mm, માળીયામાં ૬૨ mm, મોરબીમાં ૧૯૮ mm, વાંકાનેરમાં ૧૫૦ mm, હળવદમાં ૩૪ mm નોધાયેલ હતો.

જ્યારે ઓગસ્ટ માસમાં ટંકારામાં ૦૦ mm, માળીયામાં ૧૨ mm, મોરબીમાં ૦૮ mm, વાંકાનેરમાં ૦૪ mm, હળવદમાં ૧૧ mm નોધાયેલ અને સપ્ટેમ્બર માસમાં ટંકારામાં ૪૭૯ mm, માળીયામાં ૧૫૬ mm, મોરબીમાં ૩૦૦ mm, વાંકાનેરમાં ૨૯૬ mm, હળવદમાં ૩૯૦ mm નોધાયેલ છે. મોરબી જિલ્લામાં સિઝનનો ટોટલ વરસાદ જોઈએ તો ટંકારામાં ૭૩૩ mm, માળીયામાં ૩૦૮ mm, મોરબીમાં ૫૪૨ mm, વાંકાનેરમાં ૫૫૮ mm, હળવદમાં ૫૧૨ mm વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંધારી રાત્રી બાદ સૌનાનો સુરજ નિકળી રોશનદાન કરી દે એવી રીતે ઓગસ્ટના કપરા કાળ બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા હાલમાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે અને ખરીફ સીઝનમાં જે થાય તે પણ શિયાળુ સીઝનમાં કમાઈ લેશું તેવી આશા બંધાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text