મોરબીમાં ગાંધી જયંતિ દિને નેચરોપેથી સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પ યોજાશે

- text


મોરબી : ગાંધી જ્યંતી નિમિત્તે મોરબીમાં સખી ક્લબ અને રાષ્ટ્રીય દીનદયાળ સેવા સંઘ દ્વારા નેચરોપેથી પર સેમિનાર અને નિઃશુલ્ક નિદાન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 2 ઓક્ટોબરને શનિવારના રોજ સવારના 9:30 થી 1:00 વાગ્યા દરમિયાન પ્રસંગ હોલ ખાતે નેચરોપેથીના સેમિનાર અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેચરોપેથીના સેમિનારમાં કઈ રીતે પ્રાકૃતિક રીતે રોગોના ઉપચાર કરી શકાય અને શરીરને રોગમુક્ત અને નિરોગી બનાવી શકાય એ વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ શરીરમાં રોગોનો જન્મ કયાં કારણોથી થાય છે અને રોગમુક્ત રહેવા શું કાળજી રાખવી તેના વિશે માહિતી આપવામાં આવશે.

- text

આ ઉપરાંત, 2:00 થી 5:00 વગયા દરમિયાન દરેક પ્રકારના રોગો નિરાકરણ માટે તદ્દન ફ્રીમાં નિદાન કરી અને તેના ઉપચાર કઈ રીતે કરવો અને રોગોને જડમૂળથી કઈ રીતે નાબૂદ કરી શકાય તેના પર માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ઉપચારક ઔષધી પણ મળશે. જે ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોએ તૈયાર કરેલ માટીની કલાકૃતિઓનું પ્રદર્શન પણ નિહાળવામાં આવશે. તો જે લોકો બીમારીથી કે બી.પી., ડાયાબિટીસ, થાયરોઇડ, કબજિયાત, હરસ-મશા, ચામડીના રોગો, સફેદ કોઢ, સોરીયાઇસીસ, ખરજવું, કેન્સર, પેરાલીસીસ, કપાશી, સાંધા-સ્નાયુ તેમજ વાના દુ:ખાવો, વજન ઘટાડવો-વધારવો વગેરે તમામ રોગોથી પીડાતા લોકો ખાસ આ કેમ્પનો લાભ લે તેમ આયોજકોએ અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે નિધિબેન પટેલ (70464 22118, 97250 65623)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text