વાંકાનેર ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી

- text


સેવાભાવી અને તેજસ્વી ખેલાડીઓનું સન્માન કરાયું

મોરબી : તારીખ 25 સપ્ટેમ્બર એટલે પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મદિવસ. પંડિત દિનદયાલ ઉપાધ્યાય એ ભાજપની સ્થાપના કરી હતી. ત્યારે વાંકાનેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ગરાસીયા બોર્ડિંગ, વાંકાનેર ભાજપ કાર્યાલયે પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જન્મજયંતિ નિમિત્તે તેમને વાંકાનેર શહેર ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ તકે વરિષ્ઠ નાગરિક એવા મુળજીભાઈ ઞેડીયા, જે સેવા કેન્દ્ર ચલાવે છે, આવાસ યોજના પેન્શન યોજના, વિધવા સહાય જેવી સરકારી યોજનાના ફોર્મ ભરીને સેવા કરે છે, તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નેશનલ લેવલે જેને વાંકાનેર શહેરનું નામ ઉજ્વળ કર્યું છે અને રાજ્યકક્ષાએ પ્રથમ (કબડ્ડી 2021) આવેલ એવા નૈમિષભાઇ ભીખાભાઇ ખાંડેખા તેમજ આનંદભાઈ જયેશભાઈ ધરોડીયા એ પણ રાજ્ય કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધેલ, તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં, પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ દ્વારા વાંકાનેરની જીવનદાત્રી માતા એવી મચ્છુ માતા નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ પાર્ટીના કાર્યકરોને પંડિતજીના જીવન વિશે ઊંડાણપૂર્વક માહિતી મળે તે માટે મોરબી જિલ્લા ભાજપના મંત્રી નિકુંજભાઈ કોટક દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવન ચરિત્ર વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

- text

આ તકે વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો અને પ્રદેશ કારોબારીના સભ્યો એ હાજરી આપી હતી આ કાર્યક્રમનું સંચાલન નિષિતભાઈ જોશીએ કર્યું હતું. વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ પરેશભાઈ મઢવી એ દરેક કાર્યકર્તાઓ પ્રત્યે હૃદયની લાગણી વ્યક્ત કરી દરેકનો આભાર માન્યો હતો. તેમ મીડિયા સેલ ઇન્ચાર્જ હિમાંશુ ગેડીયા અને વિનોદભાઈ રાઠોડની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text