બનેવીની વાડીમા જુગારધામ શરૂ કરનાર સાળો પોલીસની ઝપટે : છ જુગારી પકડાયા

- text


વાંકાનેરના માહિકા ગામની સીમમાં તાલુકા પોલીસનો દરોડો

એક લાખથી વધુની રોકડ જપ્ત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માહિકા ગામે બનેવીની વાડીમાં જુગારધામ શરૂ કરી સાળો કમાણી કરતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ જુગારીઓને એક લાખથી વધુની રોકડ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માહિકા ગામની સીમમાં નરોતમભાઇ હીરાભાઇ મેણીયા (રહે.મહીકા વાળાની વાડીમાં) તેમનો નવાપરા ખાતે રહેતો સાળો સતિષભાઇ નરશીભાઇ સોંલકી જુગાર રમવાના સાધનો પુરા પાડી વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો હતો.

- text

દરોડા દરમિયાન જુગાર ક્લબનો સંચાલક આરોપી : (૧) સતિષભાઇ નરશીભાઇ સોલંકી તેમજ જુગાર રમવા આવેલા (ર) સંતોષભાઇ રામજીભાઇ રાઠોડ (૩) હુશેનભાઇ અલીમામદભાઇ શેખાણી (૪) મુકેશભાઇ રમેશભાઇ ડાભી (પ) મનોજભાઇ મેરૂભાઇ રાઠોડ અને (૬) મનોજભાઇ ગીરધરભાઇ ડાભી જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧,૦૪,પ૦૦ કબ્જે કર્યા હતા.

જુગાર દરોડા અંગેના આ કેસમા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ હરીશચંન્દ્રસિંહ જાડેજા ફરિયાદી બન્યા છે અને તમામ આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text