કુસ્તીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હળવદનો ચોક્કો

- text


મંગળપુરની દીકરી અને ત્રણ દિકરાઓએ વિદેશની ધરતી ઉપર હરીફોને ધૂળ ચટાડી

હળવદ : હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામની દીકરી અને ત્રણ દીકરાએ કુસ્તી સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે. આ ચારેય રમતવીરોને આજે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

થોડા દિવસ પહેલાં જ હળવદ તાલુકાના મંગળપુર ગામના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીઓએ તાજેતરમાં જ નેપાળ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિદેશની ધરતી ઉપર પણ હરીફોને ધૂળ ચટાડી નાના એવા મંગળપુર ગામની અલ્પાબેન બીજલભાઇ કુડેચા, ગોપાલભાઈ કેશાભાઈ સાપરા, ગેલાભાઈ લક્ષ્મણભાઈ ગોલતર અને સાગરભાઈ બીજલભાઈ કુડેચાએ ગોલ્ડ મેડલ મેળવી દેશનું તેમજ રાજ્યનું અને જિલ્લાનું નામ રોશન કર્યું છે.

- text

આ ચારેય રમતવીરોનું આજે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોર સહિતનાઓ દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.

- text