ટંકારાના વેપારીની પ્રામાણીકતા : રસ્તામાંથી મળેલું પૈસા ભરેલું પર્સ મૂળ માલિક સુધી પહોચાડ્યું

- text


ટંકારા : ટંકારાના વેપારીને મેઈન બજારમાંથી પૈસા અને ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી આવતા તેને પ્રામાણિકતા દાખવી તે પાકીટ ટંકારા પોલીસને આપ્યુ હતું. બાદમાં પોલીસે મુળ માલિકની ઓળખ કરી આ પાકીટ તેને પરત કર્યુ હતું.

ટંકારા મેઈન બજારમાં આજ રોજ રેડિમેન્ડ ગારમેન્ટના વેપારી રીચાઝ ચૌધરીને રસ્તામાં મહિલાનું પાકીટ મળ્યુ હોય ઈમાનદાર નાગરિક તરીકે ટંકારા પોલીસ મથકે પહોચી આ અંગે વાકેફ કરી મુળ માલિક સુધી પાકીટ પહોંચાડવા મદદ માંગી હતી. બાદમાં પીએસઆઈ બી.ડી. પરમારે ડોક્યુમેન્ટ આધારે ઓળખ કરી મુળ માલિક વિજુબેન લાખાભાઈ ડાંગરને આ પાકીટ પરત કર્યુ હતું. પાકીટને પ્રામાણિકતાથી મૂળ માલિક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનાર મુસ્લિમ યુવકની થાણા અમલદારે પિઠ થાબડી શુભેચ્છાઓ આપી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text