ભડીયાદ ગામે ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, બેની અટક

- text


મોરબી : મોરબી તાલુકાના ભડીયાદ ગામે ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. આ કેસમાં પોલીસ દ્વારા બે શખ્સોની અટક કરવામાં આવી છે.

મોરબી તાલુકાના ભડીયાદ ગામે રામાપીરના ઢોળા પાસે આરોપી દેવીસિંહ ઉર્ફે લાલભા પચાણજી ઝાલાના રહેણાંક મકાનમાં આરોપીઓ દેવીસિંહ (ઉ.વ. 36) અને ધીરજભાઇ અવચરભાઇ સોમાણી (ઉ.વ. 21) એ ગે.કા. પાસ પરમીટ વગર દેશી પીવાનો દારૂ બનાવવાની ભઠૃી ચાલુ કરી હતી.

- text

પોલીસે રેઇડ પાડી દેશી દારૂ લી-૫૦ કિ.રૂા.૧૦૦૦, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લી-૨૦૦ કિ.રૂા.૪૦૦, પતરાનું નાનું બેરલ નંગ-૦૧ કિ.રૂ.૫૦, ગરમ આથો ૫૦ લીટર કિ.રૂ.૧૦૦, નળી સાથેની થાળી નંગ-૦૧ કિં.રૂ.૨૦, ટીનનું મોટુ બકડીયુ કિં.રૂ.૨૦, પ્લા.ની નળી-૦૧, પ્લા.ની પાણીની બોટલ આશરે ૨૦ લીટર ક્ષમતાવાળી નંગ-૦૧ કિં.રૂ.૫૦, એક ગેસનો ચુલો કિં.રૂ.૫૦૦/- તથા ગેસનો બાટલો નંગ-૦૧ કિં.રૂ.૧૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૩,૧૪૦/- નો કબ્જે કર્યો હતો. તેમજ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text