વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ : જાણો.. ગણપતિ વક્રતુંડ કેમ કહેવાયા?

- text


મત્સરાસુર રાક્ષસના ત્રાસથી દેવોને ઉગારવા ગણેશે વક્રતુંડ અવતાર લીધો


હિન્દુ પરંપરા મુજબ ગુજરાતી પંચાંગ પ્રમાણે ભાદરવા માસના સુદ પક્ષની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશભક્તો પોતાના ઘર અને જાહેરમાં પંડાલમાં ગણપતિની મૂર્તિને પ્રાણ-પ્રતિષ્ઠા સહિતની પૂજા કરીને સ્થાપિત કરે છે. ગણેશ મહોત્સવ અંતર્ગત અનેક લોકો 10 દિવસ માટે ગણપતિની સ્થાપના કરે છે. જ્યારે કેટલાક લોકો એક, ત્રણ, પાંચ દિવસ એમ અલગ-અલગ રીતે અમુક દિવસો સુધી ગણપતિનું પૂજન કરે છે.

પુરાણો અનુસાર દરેક યુગમાં રાક્ષસોના વિનાશ માટે ગણોના અધિપતિ દેવ ગણેશે દરેક યુગમાં વિવિધ રૂપે ધરતી પર આઠ જેટલા અવતારો લીધા છે. ગણપતિજીને અનેક નામોથી સંબોધવામાં આવે છે. આજે ગણેશ મહોત્સવનો બીજો દિવસ છે. ત્યારે જાણીએ ગણપતિને વક્રતુંડ કહેવા પાછળનું કારણ અને તેની સાથે સંકળાયેલી કથા.સામાન્ય રીતે, કહેવાય છે કે દુષ્ટ લોકોને દંડ દઇને ગણપતિ વક્રતુંડ બની ગયા. તેમના વક્રતુંડ અવતાર વિશે એવી માન્યતા છે કે તો શ્રીગણેશનો વક્રતુંડ અવતાર મત્સરાસુર રાક્ષસના ત્રાસથી દેવોને ઉગારવા માટે લેવામાં આવ્યો હતો.

- text

કથા મુજબ એક સમયે સ્વર્ગના રાજા ઇન્દ્રના પ્રમાદથી મત્સરાસુરનો જન્મ થયો હતો. મત્સરાસુર શિવનો ભક્ત હતો અને શિવની ઉપાસના કરતો હતો. તેને શુક્રાચાર્ય પાસેથી પ્રાપ્ત મંત્ર દ્વારા મહાદેવ શિવ પાસેથી નિર્ભયતાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. વરદાન મળ્યા બાદ તે દેવતાઓને પરેશાન કરતો હતો. તેના અત્યાચારોથી દુ:ખી થઈને એક દિવસ તમામ દેવતાઓ શિવના આશ્રયે પહોંચ્યા. શિવજીએ તેમને ખાતરી આપી કે તેઓ ગણેશનું આહ્વાન કરે અને ગણપતિ વક્રતુંડ અવતાર લેશે. દેવતાઓએ પૂજા કરી અને ગણપતિએ વક્રતુંડનો અવતાર લીધો અને મત્સરાસુરા સાથે યુધ્ધ કરી તેને હરાવ્યો. એ જ મત્સરાસુરા પાછળથી ગણપતિના ભક્ત બન્યા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text