વાંકાનેરમાં રોકડ અને સોનાના દાગીના મળી રૂ. 96 હજારની ઘરફોડ ચોરી

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં એક ઘરમાં રોકડ અને સોનાના દાગીના મળી રૂ. 96 હજારની ઘરફોડ ચોરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ વાંકાનેરના જીનપરા રોકડીયા હનુમાન મંદીરની પાછળ રહેતા ઇરાન્ના ચંદ્રશેખર ખુબશદ (ઉ.વ. 50, મુળ રહે મકાન નં. 119, મયુરનગર સ્કોચ શેરી નં. 5, તા.હુબલી, જી.ધારવાડ રાજય કર્ણાટક)ના બંધ મકાનની છત ઉપર કોઇ ઇસમે ચડી ઉપરથી નીચે સીડી વાટે બેડરૂમમા પ્રવેશ કરી, રૂમમા રહેલ કબાટ લોક માર્યા વગરના હોય, તે કબાટના ખાનામા રહેલ રોકડા રૂ. 15,000 તથા સોનાનો ચેઇન કિ.રૂ. 47,000 તથા સોનાની પહોચી (બ્રેસલેટ) કિ.રૂ. 34,000 તેમ કુલ રૂ. 96,000ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયું છે. પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text